ઇન્ડિયા ની અંદર કોઈ પણ પ્રકાર ની ચૂંટણી થઇ રહી હોઈ તેની અંદર કોઈ ને કોઈ કોન્ટેક્સ અને મેસેજ તો હોઈ જ છે. નોર્થ ઇસ્ટ ની અંદર ચૂંટણી ના જે પરિણામો આવ્યા તે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ ની ચૂંટણી નો એક ખુબ જ અગત્ય નો મેસેજ છે. પરંતુ તે માત્ર કોંગ્રેસ અને લેફ્ટ ની હાર અને ભાજપ ની જીત કરતા ઘણો મોટો છે. છેલ્લા ઘણા વર્ષો થી લોકો સરકારો ને અને પોલિટિકલ પાર્ટીઓને એક મેસેજ ચૂંટણી દ્વારા પહોંચાડવા માંગે છે. અને આ મેસેજ પોલિટિકલ નેતાઓ સુધી પહોંચી નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. જો આ મેસેજો પર ધ્યાન નહીં આપવા માં આવે તો એવું બની શકે છે કે ઇન્ડિયા ની અંદર એક ખુબ જ મોટું નેશનલ ચૂંટણી ની અંદર બદલાવ આવી શકે.